શું કહેવું યાર આ શહીદ શબ્દ વિશે… શહીદની પદવીથી જેને સંબોધવામાં આવે છે એ વ્યક્તિ અને એનો પરિવાર ખૂબ જ નસીબ વાળા હોય છે.
આ એક પદવી મેળવવા માટે તો કેટલું ગુમાવવું પડે છે.. જે એ વ્યક્તિને ઓળખતા પણ નથી એના માટે , એની રક્ષા માટે પોતાના પરિવાર છોડીને જવું પડે છે.
વિચાર આવે કે શહીદ કઈ પદવી થોડી છે,પણ શહિદ થવું એ કોઈ પણ પદવીની તોલે ન આવે એ તો ખૂબ જ સન્માનની વાત કહેવાય…,પોતાનામાં જ એક અનોખું ગૌરવ અનુભવાય …શહીદ એટલે દેશ માટે,ખાલી પોતાના પરિવારની જ નહિ પણ દેશના લાખો કરોડો પરિવારની કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે રક્ષા કરવી,એમનું રક્ષણ કરવું.
જ્યારે આપણી કોઈ નજીકની વ્યક્તિ અથવા કોઈ સ્વજન થોડા સમય માટે પણ બહાર જાય તો આપણે કેટલીયે વાર ફોન કરીને પૂછીયે કેવું છે,જમ્યા કે નહિ, થીક તો છે ને,કોઈ પ્રોબ્લેમ તો નહિ ને…કેટલીયે વાર પૂછીયે કે ક્યારે પાછા આવશો??..
તો વિચારો કે જે વ્યક્તિ દેશની રક્ષા કરવા સરહદ પર જાય છે એના પરિવારની શું હાલત થતી હશે?કોઈ ઘરડીમા નો દીકરો,કોઈ નો પતિ,કોઈના પિતા,કોઈનો ભાઈ સરહદ પર જાય ત્યારે એમને એ પણ ખબર નથી હોતી કે ક્યારે પાછા આવશે ?ક્યારે ફરી જોવા મળશે ? ક્યારે એમની સાથે વાત થશે ? કેવા હશે…. ?? આપણને તો ખબર પણ હોય છે કે ક્યારે આવશે ? પણ એ જવાનોના પરિવારને તો એ પણ નહિ ખબર હોય..એમને તો દરેક ક્ષણે બસ એક જ વિચાર આવતો હશે કે એ સલામતતો હશે ને….
એ જવાનો પણ કમાલના હોય છે યાર નાના પાકીટમાં આખા પરિવારને સમાવે છે અને દિલમાં આખા હિન્દુસ્તાનને….. એ જવાનોના પરિવારને તો એ પણ ખબર નથી હોતી કે એમના પરિવારનો જે સદસ્ય સરહદ પર દેશની રક્ષા કરવા ખડે પગે પોતાની ફરજ નિભાવે છે એ કાલે ઉઠશે કે નહિ, એ સલામત પાછા ફરશે કે નહિ…
એ જવાનો ગમે તેટલી ગરમીમાં ,ગમે તેટલી ઠંડીમાં ખડે પગે દેશ સેવા કરે છે,કંઈ પણ વિચાર્યા વગર….સલામ છે એ જવાનોને,સલામ છે એ જવાનોના ત્યાગને ,બલિદાનને.. કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર દેશમાં વસેલા દરેક પરિવારની રક્ષા કરે છે… એ જવાનો એ જ વિચાર કરીને સરહદ પર જાય છે કે હું આટલા બધા પરિવારોની રક્ષા કરવા માટે જઈ રહ્યો છું તો ભગવાન મારા પરિવારની રક્ષા તો અવશ્ય કરશે જ…
જ્યારે આતંકવાદી હુમલો થાય ત્યારે એ જવાનો પોતાની પૂરી તાકાત અને બહાદુરીથી સામનો કરે છે એનો.. એ લોકોને તો એ પણ ખબર નથી હોતી કે ક્યારે અને કઈ બાજુથી હુમલો થશે.. એ જવાનો જ્યારે જાગે છે અને દેશની રક્ષા કરે છે ત્યારે દેશના કરોડો લોકો શાંતિથી સૂઈ શકે છે.. એ લોકોને તો બધા તહેવાર ત્યાં જ ઉજવાય છે સરહદ પર,ક્યારેક તો એ પણ નથી ઉજવાતા જો અચાનક હુમલો થાય તો…જ્યારે એ ખડે પગે પોતાની ફરજ નિભાવે છે ત્યારે દેશના કરોડો લોકો તહેવાર ઉત્સાહથી અને આનંદપૂર્વક ઉજવી શકે છે…પોતાના જીવના જોખમે એ જવાનો પોતાની ફરજ બજાવે છે..
જ્યારે હુમલો થાય છે ત્યારે ઘણા જવાનો શહીદ થાય છે..જયારે આતંકવાદીઓ ને ખતમ કરી જીતનો ત્રિરંગો લહેરાવાય છે ત્યારે આખો દેશ એનો જશ્ન મનાવે છે ત્યારે પણ એ જવાનો તેમના સાથીદાર જે ઘાયલ થયા હોય તેમને બચાવવામાં લાગેલા હોય છે..
આવા એક હુમલામાં કંઈ કેટલાયે જવાનો શહીદ થતા હશે,અમુક હુમલા વિશેતો દેશવાસીઓ ને ખબર પણ નહી પડી હોય…પણ જે જવાનો શહીદ થયા એના પરિવારની શું હાલત થતી હશે… આપણે બધાતો બે થી ત્રણ દિવસ દુઃખ પ્રગટ કરીએ,વધારેમાં વધારે અઠવાડિયું,શ્રદ્ધાંજલિ રેલી કાઢીને દુઃખ પ્રગટ કરીએ પછી પાછા આપણા કામ પર લાગી જઈ એ….સરકાર,નેતા,રાજનેતા,અભિનેતા અને દેશની જનતા તેમના પરિવારને પૂરતી આર્થિક સહાય પૂરી પાડે છે, જવાનોના બાળકોને મફત શિક્ષણ ,મફત સારવાર બધું જ…આ પણ એક દેશ સેવા કહેવાય, ઘણી સારી વાત કહેવાય કે એમને પૂરતી મદદ મળી રહે છે પણ શું આપણે એમની લાગણીઓને વહેંચી શકીએ… એ માતા જેણે પોતાનો જવાન દીકરો ખોયો હશે, એ પત્ની જેણે પોતાનો પતિ ખોયો હશે, એ બાળકો જેણે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હશે, એ ભાઈ બહેન જેણે પોતાનો ભાઈ ગુમાવ્યો હશે,શું એ લાગણીઓ આપણે વહેંચી શકીએ??..અમુક છોકરી ઓ ના હાથની મહેંદી પણ નહિ ગય હોય જ્યારે એમણે એના પતિને ગુમાવ્યા હશે ,કેટલા નાના બાળકો હશે જેમણે એના પિતાનો ચહેરો પણ નહિ જોયો હોય કે ઓળખતા પણ નહિ હોય અને પિતાની છત્રછાયા ગુમાવી હશે,ઘણી એવી બહેનો હશે કે એ રક્ષાબંધન પર એના ભાઈને રાખડી બાંધવા માટે ઉત્સાહિત હશે અને એને પોતાના ભાઈની લાશના હાથ પર રાખડી બાંધી હશે એ વિચારથી કે એના ભાઈની આત્મા જ્યાં પણ હશે એની બહેનનો પ્રેમ એને મળે.. એવું નથી કે આપણે જે મદદ કરીએ એ તેમને કંઈ જ કામમાં નહિ આવે કે મદદરૂપ નહિ થાય,ઘણી મદદ થશે એમને…પણ આપણે એમની લાગણીઓ ને તો ન વહેંચી શકીએને … આપણે તો થોડું દુઃખ જતાવીને કામ પર લાગી જશું પણ જવાનોના પરિવારને તો એ જિંદગી ભરનું દુઃખ રહેશે …. એ પરિવારના માથે તો આભ તૂટી પડ્યું હોય એવી હાલત થતી હશે….જ્યારે એ શહીદની લાશ જોતા હશે….સલામ છે જવાનોની માતાઓ ને કે જ્યારે એ દીકરાની લાશ જોઈ છે ત્યારે એનું દુઃખ તો લગાડે છે પણ વધારે ગૌરવ અને ખુશી અનુભવે છે કે એમનો પુત્ર દેશના કામે આવ્યો એ ત્યારે ગર્વથી કહે છે કે ભગવાને કદાચ મને બીજો પુત્ર આપ્યો હોત તો એને પણ દેશસેવા ના કામ લગાડી શકતે….
સલામ છે એ જવાનોને…
સલામ છે એ જવાનોના પરિવારને…
જવાનો અને જવાનોના પરિવારના ત્યાગ અને બલિદાનને સલામ છે…
ગૌરવ છે આ દેશને અને દેશવાસીઓને એ જવાનો પર જેણે પોતાનો જીવ આપીને દેશ ખાતર શહીદી સ્વીકારી…
Really heart touching
Thank you so much for post my article on website thank you so much…
We try to bring the good thing forward.
Keep it up…Jai Hind