હિમાલયમાં “યેતી” નામના હિમમાનવ હોવાનો ભારતીય સેનાનો દાવો

           ભારતીય સેનાઍ દાવો કર્યો છે કે ઍક અભિયાન દળે હિમાલયના મકાલુ બેસ કેમ્પની પાસે માયાવી હિમમાનવ‘યેતી’ના રહસ્યમયી પગોના નિશાન જાયા છે. ભારતીય સેનાના સૂચના મહાનિર્દેશાલયે સોમવારે ટ્વીટ કર્યુ કે, પહેલી વખત ભારતીય સેનાના પર્વતારોહક અભિયાન દળે મકાલુ બેસ કેમ્પના નજીક હિમમાનવ યેતીના રહસ્યમયી પગના નિશાનો જોયા છે. તેમણે કહયું કે, આ માયાવી હિમમાનવને આ પહેલા માત્ર મકાલુ-બરૂન નેશનલ પાર્કમાં જોવામાં આવ્યો હતો. મકાલુ-બરુન નેશનલ પાર્ક નેપાïળના લિંબુવાનમાં સ્થિત છે. આ દુનિયાનું ઍકમાત્ર સંરક્ષિત ક્ષેત્ર છે જેમાં ૨૬,૦૦૦ ફૂટથી વધારે ઉષ્ણકટીબંધીય વનની સાથે સાથે બરફ પણ જોવા મળે છે.


શું હોય છે યેતી ? :

યેતી ઍક વાનર જેવું પ્રાણી છે, માનવી કરતા વધારે લાંબો અને મોટો હોય છે. તે મોટા ફરથી ઢંકાયેલો હોય છે. તે હિમાલય, સાઇબેરિયા, મધ્ય અને પૂર્વી ઍશિયામાં જોવા મળે છે. આ પ્રાણીને સામાન્ય રીતે દંતકથા તરીકે માનવામાં આવે છે, કારણ કે તેના અસ્તિત્વનો કોઇ પૂરાવો મળ્યો નથી. યેતીને લોકો ભયંકર સ્નોમેન તરીકે પણ ઓળખે છે.


યેતી વિશે ખાસ વાતો :

ઍવું માનવામાં આવે છે કે યેતી પર્વતીય વિસ્તારોમાં રહે છે, જ્યાં મનુષ્યની પહોંચ મુશ્કેલ હોય છે. તે  મોટા ભાગેના બરફ આચ્છાદિત જગ્યા પર રહે છે. પોતાના બચાવ માટે આ હાથમાં પથ્થરનું સાધન રાખે છે અને તેનો અવાજ પણ અલગ હોય છે. ઍવું કહેવાય છે કે ૧૯૨૦ માં હિમાલય નજીક પાસે નેપાળમાં સૌથી પહેલા આ ,સ્નોમેનને જાવામાં આવ્યું હતું. ઘણા લોકોઍ યેતીની શોધ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે સફળ થયાં નહીં. ઘણા વર્ષોથી યેતીને જોયા હોય તેવી વાર્તાઓ સાંભળવા મળે છે, પરંતુ તેની કોઈ ચિત્ર હજુ સુધી નથી આવ્યો. ફુટપ્રિન્ટ્સ અને વાળથી તેનો અંદાજ લગાવવામાં આવ્યા છે.


યેતીના છે ઘણાં નામો :

હિમાચલની બાજુ રહેનારા લોકો આ યીટી અથવા મહે-તેહ કહે છે. તિબેટ માં તેને મિચે કહેવાય છે. જેનો અર્થ થાય છે ‘માનવ વાંદરો’ યેતીને  મિગોઇ, બન માંચી, મિરકા અને કંગ મેન પણ કહેવાય છે.


વૈજ્ઞાનિક અભ્યાસ શું કહે છે. :

૨૦૧૭માં વૈજ્ઞાનિકોઍ હિમાલયથી યેતીના કેટલાક સેમ્પલ ભેગા કર્યા હતા, પરંતુ છેવટે ખબર પડી કે તે યેતી નહીં પરંતુ રીંછ છે. ૨૦૦૮માં અમેરિકાના બે શખ્શોઍ દાવો કર્યો હતો તે તેમણે અડધો માનવ અને અડધો વાંદરા જેવો દેખાતો સ્નોમેન જોયા છે પરંતુ બાદમાં તે ગોરીલા સૂટ નીકળ્યું હતું.

જય હિન્દ | જય ભારત

જય મા ભારતી

Leave a Comment