Unmanned Aerial Vehicle – માનવરહિત હવાઈ વાહન

0
278
views
Ad Sponsor

આજના જમાના ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે. જે બધા જ ક્ષેત્રોમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે . જેનો ઉપયોગ બધા જ વ્યવસાય સાથે જોડાયેલા લોકો કરે છે જેનાથી કાર્ય કરવામાં સફળતા રહે છે..

આવી જ એક ટેકનોલોજી છે જેને UAV કહેવામાં આવે છે. UAV નું પૂરું નામ “Unmanned Aerial Vehicle” છે એટલે કે માનવરહિત વાહન છે. જેનો ઉપયોગ એવી જગ્યા ની જાણકારી મેળવવા માટે થાય છે જ્યાં માનવી ને જવું મુશ્કેલ હોય.આનો ઉપયોગ સૈનિકો દુશ્મનની છાવણી માં નજર રાખવા માટે પણ કરે છે તેથી આ વાહન સંરક્ષણ ક્ષેત્રે સૌથી વધારે ઉપયોગ થાય છે.આ ટેકનોલોજી નો ઉપયોગ ભારતીય સૈનિક પણ કરે છે.

આપણે પેલા એ જાણી લઈ એ કે આ ટેકનોલોજી છે શું અને તે કઈ રીતે કામ કરે છે.
આ ટેકનોલોજી ને Unmanned એટલે કહેવામાં આવે છે કારણ કે આ પ્રકાર ના વાહન માં મનુષ્ય બેસી શકતો નથી.આ વિમાન માં પાયલોટ બેસી શકતો નથી. આ વિમાન કે વાહન સંપૂર્ણપણે રીમોટ કંટ્રોલ થી કંટ્રોલ થાય છે.તેથી આને માનવરહિત વાહન અથવા Aircraft without Pilot કહેવામાં આવે છે.
ભારતીય સેના મુખ્યત્વે નીચે જણાવેલ UAV નો ઉપયોગ કરે છે.

  • DRDO Lakshya:

DRDO Lakshya એ Indian Remotely High Speed Target Drone System છે. જે વિમાની વિકાસ સંસ્થા દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે.DRDO એટલે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન. આ DRDO Organization ભારતીય છે.આ સિસ્ટમ નો ઉપયોગ ભારતીય થલ સેના,વાયુ સેના અને નૌકાદળ કરે છે.આ વાહન mach 0.7 જેટલી ઝડપ અને 150 કિમી જેટલો વિસ્તાર કવર કરી શકે છે.એટલે કે એટલા એરિયા પર નજર રાખી શકે છે.

  • DRDO RUSTOM :

DRDO Rustom એ મધ્યમ ઊંચાઈ એ અસરકારક પુરવાર થાય છે.આ સિસ્ટમ નો ઉપયોગ ભારતીય થલ સેના,વાયુસેના અને નૌકાદળ કરે છે.
આ સિસ્ટમ ના મુખ્યત્વે ત્રણ વાહન છે.

  1. Rustom-1:આ વાહન tactical uav છે અને તેની ક્ષમતા લગભગ 12 કલાક ની છે.
  2. Rustom-2:આ વાહન માનવરહિત હવાઈ વાહન છે તેની બનાવટ Rustom-4 ના આધારે કરાઈ છે અને rustom 1 તથા rustam 2 ના પ્રયોગ ચાલુ છે.
  3. Rustom-4:આ વાહન larger UAV છે.
    અને તેની ક્ષમતા લગભગ 24 કલાક ની છે અને તેનું કાર્ય અત્યારે પ્રગતિ માં છે.
  • Heron UAV :

આ પ્રકાર માં વાહનો પણ મધ્યમ ઊંચાઈ પર અસરકારક છે.આ વાહન ની બનાવટ ઈઝરાયલ વિમાની સંસ્થા દ્વારા કરવામાં આવી છે.આનો ઉપયોગ ભારત,ઈઝરાયલ,બ્રાઝિલ અને તુર્કી કરે છે.
આ વાહનો નો ઉડાન સમય એટલે કે કેટલા સમય સુધી ઉડાન ભરે તે 52 કલાક નો છે પણ આ સમય વાહન કેટલું વજન ઉચકી શકે તેના પર આધારિત છે.
આ વાહનો માં આધુનિક ક્ષમતા રહેલી છે જેમકે,Automatic Adjustment, Surveillance અને Intelligence.આ વાહન 207 કિમી પ્રતિ કલાક ની ઝડપ ધરાવે છે અને 350 કિમી જેટલા વિસ્તાર માં નજર રાખી શકે છે.

  • Harpy UAV :

આ વાહનો પણ ઈઝરાયલ દ્વારા બનાવવામાં આવ્યા છે.તે High Explosive Warhead ની સાથે દુશ્મનોના રડાર ને તોડી પાડવા માં પણ મદદરૂપ બને છે.
આ વાહનો 185 કિમી પ્રતિ કલાક ની ઝડપ સાથે 500 કિમી સુધીના વિસ્તાર પર નજર રાખી શકે છે.આ વાહનો દક્ષિણ કોરિયા,ઈઝરાયલ,ભારત અને ચીન ઉપયોગ કરે છે.
આ પ્રકાર ના એક વાહન Searcher UAV ની બનાવટ પણ ઈઝરાયલ દ્વારા કરવામાં આવી છે.તે 200 કિમી પ્રતિ કલાકની ઝડપ અને 18 કલાકનો ઉડાન સમય ધરાવે છે.

UAV ની ડ્રોન ના એક પ્રકાર તરીકે ગણતરી માં લઈ શકાય પણ UAV દુશ્મન ની છાવણી માં નજર રાખી શકે છે પણ તેની પર હુમલો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ નથી.UAV જેવા જ UACV પ્રકાર ના વાહનો આવે છે તે નાની મિસાઈલ અને ગોળીબાર કરવામાં સક્ષમ છે.પહેલું UAV જે Search mark-1 હતું જે ઈઝરાયલ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને એના પછી Search mark-2 ખરીદવા માં આવ્યું હતું જે પણ ઈઝરાયલ દ્વારા બનાવવામાં આવેલ હતું.આ search mark-2 લગભગ 18 કલાક નો ઉડાન સમય,500 કિગ્રા જેટલો વજન અને 68 કિગ્રા જેટલો વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે.આ વાહન 1200 કિમી જેટલા વિસ્તાર પર નજર રાખી શકે છે.આવું બીજું વાહન heron હતુ.તે પણ ઇઝરાયલ ની બનાવટ હતી.આ વાહન પણ ખૂબ જ સક્ષમ અને મદદરૂપ બન્યા છે.

Heron ભારત નો સૌથી મોટો ડ્રોન છે.તેનો પાંખ નો ફેલાવો 16 મીટર નો છે.તે 1250 કિગ્રા વજન અને 100કિમી પ્રતિ કલાક ની ઝડપ ધરાવે છે.તેનો ઉડાન સમય 40 કલાક નો છે.તે 3000કિમી જેટલા વિસ્તાર પર નજર રાખી શકે છે.આ વાહન રાત્રિ દરમિયાન પણ નજર રાખવા મદદરૂપ બને છે.Heron અને Search mark-2 એ ડ્રોન કાશ્મીર થતી કાઉન્ટર ઇમરજન્સી માં ખુબ જ મહત્વ ની ભૂમિકા ભજવે છે.આવી ઘણી ટેકનોલોજી વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવી છે અને હજુ પણ બનતી રહેશે જે દરેક ક્ષેત્ર માં ખુબ જ ઉપયોગી બની રહે છે.

જય હિંદ | જય ભારત

 

ad Sponsor
Previous articleMS Dhoni to hoist national flag in Leh on August 15
Next article10 PAKISTANI COMMANDOS KILLED BY INDIAN ARMY SINCE AUGUST FIVE 2019
Uday Kapadia
Member of BeFojji Management Team. खुशनसीव हैं वो जो वतन पे मिट जाते हैं, मर कर भी वो लोग अमर हो जाते हैं, करता हूँ तुम्हे सलाम ऐ वतन पर मिटने वालो, तुम्हारी हर सांस में बसना तिरंगे का नसीव है। जय हिन्द
SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here