Tricolor – ત્રિરંગો

ત્રિરંગો તો છે,દેશ નું માન,
દેશવાસીઓ નું સન્માન…
એતો છે દેશની શાન…
એમાં ત્રણ રંગો શોભે,
શોભે અશોકચક મહાન..

            ત્રિરંગો તો આપણી શાન છે,અભિમાન છે .. એ તો આપણું માન છે..આપણા રાષ્ટ્રધ્વજ આપણા ત્રિરંગા માં ત્રણ રંગ શોભે છે એટલે જ આપણે ત્રિરંગો કહીએ છે..

            ત્રિરંગો એટલે ત્રણ રંગો..ત્રણ રંગો માં કેસરી,સફેદ અને લીલા રંગ નો સમાવેશ થાય છે….સૌથી ઉપર કેસરી,પછી સફેદ અને નીચે લીલા રંગ નો પટ્ટો છે આપણા ત્રિરંગા માં..ત્રિરંગા ની મધ્ય ભાગ માં અને સફેદ પટ્ટા ની મધ્ય માં નૌકા વાદળી (Navy blue) નું અશોકચક્ર સમાયેલું છે…

            ત્રિરંગા ના ત્રણેય રંગ આપણા દેશ ની ખાસિયત દર્શાવે છે..કેસરી રંગ શોર્ય અને બલિદાન નું પ્રતીક છે. કેસરી રંગ ભારતમાતા ની આઝાદી અને રક્ષણ માટે આપેલા વિરસપૂતો નું બલિદાન અને તેમની બહાદુરી સૂચવે છે..આપણા દેશ ની આઝાદી માટે ઘણા બધા વીરો એ પોતાના જીવ ની પરવા કર્યા વગર આઝાદી ની લડત માં જોડાયા હતા..આ રંગ આ વીરો ની બહાદુરી,ત્યાગ અને બલિદાન  નું પ્રતીક છે અને સૂચન કરે છે કે દેશ ખાતર જો જીવ પણ ગુમાવવો પડે તો એ પણ એક ગૌરવ ની વાત છે…

               આપનો ભારત દેશ સર્વધર્મ સમભાવની ભાવના ધરાવે છે. આપણા દેશ માં બધા જ ધર્મ ના લોકો સહકાર અને ભાઈચારા થી રહે છે.. દેશ માં બધા જ ધર્મ ને અને ધર્મ ના લોકો ને એકસરખું માન અને સન્માન આપવામાં આવે છે..બધા જ ધર્મ ના લોકો શાંતિ અને સલામતી અનુભવે છે,ત્રિરંગા માં સમાયેલો આ સફેદ રંગ એ શાંતિ અને સહકાર નું પ્રતીક છે ..સફેદ રંગ આપણને બધા ધર્મ ને એકસરખું માન આપવાનું સૂચન કરે છે….




              આપણા દેશ માં રહેલા બધા ધર્મ ના લોકો માં એકતા નો ભાવ જોવા મળે છે બધા જ લોકો એકબીજાના ધર્મ નું માન રાખે છે અને કોઈ પણ સ્થળે કે વ્યવસાય માં બધા જ ધર્મ ના ઉમેદવાર ને એકસમાન તક મળે છે. જ્યારે પણ દેશ ની વાત આવે ત્યારે બધા જ ધર્મ ના લોકો એકસાથે મળીને દેશ પ્રત્યે રહેલી  પોતાની ફરજ નિભાવે છે. ત્રિરંગા માં રહેલું અશોકચક્ર દેશવાસીઓ ની એકતા નું પ્રતીક છે..અશોકચક્ર આપણને સૂચવે છે કે જો કોઈ ને મદદ ની જરૂર હોય તો કોઈ પણ ધર્મ કે જાત ને વચ્ચે લાવ્યા વગર કે કોઈ બીજા ધર્મ નો છે એવું વિચાર્યા વગર મદદ કરવી જોઈએ…

                આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આપણા દેશ ના લગભગ 75 ટકા લોકો ગામડામાં રહે છે. આપણો દેશ ગામડા ઓ થી બનેલો દેશ છે..ગામડા માં રહેલ લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી છે. દેશ ના ઘણા લોકો ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂતો ને જગત નો પિતા કહેવામાં આવ્યો છે કારણ કે એ પોતાના ખેતર માં અનાજ,કઠોળ,શાકભાજી,ફળ બધું ઉગાડીને સરકાર દ્વારા દેશ ના ઘર ઘર સુધી પહોંચાડે છે .ત્રિરંગા માં રહેલો લીલો રંગ હરિયાળી અને સમૃદ્ધિ નું પ્રતીક છે..
          

                જોવામાં આવે તો આપણા ત્રિરંગા માં ત્રણ જ રંગો છે પણ એમાં હજુ એક રંગ છૂપાયેલો છે એ રંગ છે લાલ..વિચાર આવે કે લાલ રંગ કંઈ રીતે??આપણા દેશ ની સરહદો પર જે જવાનો દિવસ રાત ખડે પગે રક્ષા માટે પોતાના પ્રાણ ની પરવા કર્યા વગર પોતાની ફરજ નિભાવે છે. આતંકવાદી હુમલા માં ઘાયલ થાય છે અને ઘણા શહિદ પણ થાય છે આ લાલ રંગ એ શહિદ ના રક્ત નો છે..
             

                ક્યારેક વિચારતો હશે એ ત્રિરંગો પણ કે મારો ઉપયોગ ફરકાવવા કરતા શહિદો ના કફન તરીકે વધારે થાય છે.. એ શહિદ પણ કફન રૂપી ત્રિરંગા ને ઓઢીને ધન્ય માને છે પોતાની જાત ને..
                




            જ્યારે રાષ્ટ્રીય તહેવાર એટલે 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી આવે છે ત્યારે એના થોડા દિવસ પહેલા રસ્તા પર અને દુકાનો માં રાષ્ટ્રધ્વજ નું વેચાણ થવાનું ચાલુ થઈ જાય છે અને ઘણા લોકો અને ખરીદે છે તહેવાર ના દિવસે ફરકાવે છે જે ઘણી સારી બાબત કહેવાય પણ તહેવાર ના બીજા દિવસે ધ્વજ ગમે ત્યાં પડેલો જોવા મળે છે એ કેટલી શરમજનક વાત કહેવાય દરેક દેશવાસીઓ માટે કે દેશ નો રાષ્ટ્રધ્વજ આમ પડેલો જોવા મળે…સાચું કહું તો જો રાષ્ટ્રીય તહેવાર ના બીજા દિવસે જો રાષ્ટ્રધ્વજ ન સચવાતો હોય તો એના આગલા દિવસે લેવાનો હક જ નથી…લેવો જ ન જોઈ એ જો એ આપણાથી ન સચવાતો હોય તો…અને જો લેવો જ હોય તો એને સાચવવાની જવાબદારી પણ સરખી રીતે નિભાવવી જોઈ એ…અરે યાર વિચારો તો ખરા જે ધ્વજ આપણું માન છે સન્માન છે જેને હંમેશા ઊંચો રાખવા અથવા એનું માન જાળવવા હજારો જવાનો દેશ ની સરહદો પર ખડેપગે તૈનાત રહીને રક્ષા કરે છે એનું માન રાખવા પોતાના પ્રાણ ની પણ પરવા નથી કરતા અને એ ધ્વજ આપણે ગમે ત્યાં નાખી દઈએ, ફેંકી દઈએ તો એ ખાલી ધ્વજ જ નું જ નહિ પણ આપણી ભારતમાતા અને આખા દેશ નું અપમાન કર્યું કહેવાય….તો જો તમારામાં ધ્વજ ને સાચવવાની તાકાત ન હોય તો એને ખરીદવો જ નહિ…
             

           આપણો રાષ્ટ્રધ્વજ એ ખાલી ધ્વજ નથી એ આપણું માન છે,અભિમાન છે અને એનું માન રાખવું કે જાળવવું એ આપણી જવાબદારી જ નહિ ફરજ પણ છે….
         

વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા
સદા શક્તિ સરસાને વાલા, પ્રેમ સુધા બરસાને વાલા.
વીરો કો હર્ષાને વાલા, માતૃભૂમિ કા તનમન સારા.            

ઝંડા ઊંચા રહે હમારા…

જય હિંદ…વંદે માતરમ્…




Leave a Comment