Know about Indan air Force (Gujarati)

 

ભારતીય વાયુ સેના વિશે જાણવા જેવું :

 

              ભારતીય વાયુ સેના વિશ્વ ના ચોથા ક્રમ ની છે.જેની શરૂઆત બ્રિટન નાં રોયલ એરફોર્સની શાખા તરીકે થઇ હતી. 1932 ને 8 ઓક્ટોમ્બરના રોજ ઇન્ડિયન એરફોર્સ ની સ્થાપના થઇ. ભારત ની આઝાદી પછી 1947 માં રોયલ ઇન્ડિયન એરફોર્સ બન્યું. 1950 માં ભારત પ્રજાસત્તાક પછી રોયલ ઇન્ડિયન એરફોર્સ માંથી ઇન્ડિયન એરફોર્સ બન્યું.ભારત ના રાષ્ટ્રપતિ વાયુ સેના ના સુપ્રીમ કમાન્ડર હોય છે.

ગરુડ કમાન્ડો ફોર્સ :

               ખાસ ઓપરેશનો પાર પાડવા માટે ઇન્ડિયન એરફોર્સે 2009 માં રચના ગરુડ કમાન્ડો ની થઇ હતી.3 વરસ ની સઘન ટ્રેનીંગ બાદ ગરુડ કમાન્ડો તૈયાર કરવા માં આવે છે.ગરુડ કમાન્ડો નું વાક્ય ‘ પ્રહાર સે સુરક્ષા ‘ છે.

ભારતીય વાયુ સેના ની પ્રોફાઇલ :

સ્થાપના – 8 ઓક્ટોમ્બર
હેડ ક્વાટર – ન્યુ દિલ્હી
વાયુ સેના નું સૂત્ર – નભ સ્પર્શ દિપ્તમ
વાયુસેના દિવસ – 8 ઓક્ટોમ્બર
જવાન – 1,70,000
એરક્રાફ્ટ – 1800
સુરક્ષા ની દ્રષ્ટિ એ કમાન્ડ – 7
વિશ્વ માં રેન્ક – 4

વાયુ સેના પાસે રહેલા વિમાનો :

હુમલો કરવા માટે – જગુઆર, મીગ 27, હાર્પી
ઇલેક્ટ્રો.વોરફેર    – A50E/I,DRDO
ફાઈટર પ્લેન       – મીરાજ 2000, મીગ21, 29, તેજસ
હેલિકોપ્ટર           – ધ્રુવ, ચેતક, ચિત્તા, MI17, 19, 26, HAL-લાઈટ, HALરુદ્ર
ટ્રેઈનર                – હોકMK132,HJT 16કિરણ ટ્રાન્સપોર્ટ – C17 ગ્લોબ માસ્ટર3, DO228, બોઇંગ 737.

✈️વાયુસેના માં અધિકારીયોની રેન્ક :

1 – માર્શલ ઓફ ધ એરફોર્સ
2 – એર ચીફ માર્શલ
3 – એર માર્શલ
4 – એર વાઈસ માર્શલ
5 – એર કોમોડોર
6 – ગ્રુપ કેપ્ટન
7 – વિંગ કમાન્ડર
8 – સ્કવોડ્રન લીડર
9 – ફ્લાઈટ લેફ્ટન
10 – ફ્લાઈંગ ઓફિસર
11 – પાઈલટ ઓફિસર
12 – ફ્લાઈટ કેડેટ

વાયુસેના ની પાંચ કમાન્ડ :

આખા દેશ ની સુરક્ષા મા ટે ભૌગોલિક પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને પાંચ ઓપરેશનલકમાન્ડ ,ટ્રેનીંગ એર કમાન્ડ,મેન્ટેનન્સ કમાન્ડ.દરેક કમાન્ડ ના વડા એર માર્શલ રેન્ક ના વડા હોય છે.

( 1 ) ઇસ્ટર્ન એર કમાન્ડ:

સ્થાપના -27 મે1958
હેડ ક્વાટર – શિલોંગ ( મેઘાલય )
પૂર્વોત્તર દેશ ની 6300કિ.મી.લાંબી નેપાળ,ભૂતાન,ચીન,મ્યાનમાર,બાંગ્લાદેશ સીમા નું રક્ષણ કરે છે.

( 2 ) વેસ્ટર્ન એર કમાન્ડ

સ્થાપના – 22 જુલાઈ 1949
હેડ ક્વાટર – ન્યુ દિલ્હી
પાકિસ્તાન અને ચીન સીમા ને સલન્ગ જમ્મુ,પંજાબ,હરિયાણા,હિમાચલ પ્રદેશ,ઉત્તર પ્રદેશ ના 16 એર બેઝ,200ઓપરેશનબેઝ,સિયાચીન જેવા ફોરવર્ડ બેઝ જવાબદારી સંભાળે છે.

( 3 ) સેન્ટ્રલ એર કમાન્ડ

સ્થાપના – 19 માર્ચ 1962
હેડ ક્વાટર – અલાહાબાદ
હિમાચલ થી સિક્કિમ સુધી ની સરહદ નું રક્ષણ કરે છે.જેમાં આગ્રા,બરેલી,ગોરખપુર,ગ્વાલિયર વગેરે…

( 4 ) સાંઉઘર્ન એર કમાન્ડ

સ્થાપના – 19 જુલાઈ ૧૯૮૪
હેડ ક્વાટર – તિરુવનન્તપુરમ
દક્ષિણ ભારત ના દરિયા કિનારા ની જવાબદારી હોય છે.શ્રીલંકા ના ત્રાસવાદ ને ધ્યાન માં રાખી ને શ્રીમતિ ઇન્દિરા ગાંધી ના સમય થી આ એર કમાન્ડ કાર્યરત છે.

( 5 ) સાંઉઘર્ન વેસ્ટર્ન એર કમાન્ડ

સ્થાપના – 23 જુલાઈ 1980
હેડ ક્વાટર – ગાંધીનગર,ગુજરાત
ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન રાજ્ય ની સીમા નું રક્ષણ કરે છે.

( 6 ) મેઈન્ટેનન્સ કમાન્ડ

સ્થાપના – 26 જાન્યુઆરી 1955
હેડ ક્વાટર – નાગપુર
આ કમાન્ડ ની જવાબદારી બધા વિમાનો અને હેલીકોપ્ટર ની મરામત અને રીપેરીંગ કરવાનું છે.

( 7 ) ટ્રેનીંગ કમાન્ડ

સ્થાપના – 22 જુલાઈ 1949
હેડ ક્વાટર – બેંગલોર ( કર્ણાટક )
આ કમાન્ડ નું મુખ્ય કાર્ય જવાનો ને તાલીમ આપવાનું છે.

 

Jai Hind 🇮🇳Jai Bharat

WRITEN BY 

[tmm name=”pradip-nalawaya”]

2 thoughts on “Know about Indan air Force (Gujarati)”

Leave a Comment