માસુમ બાળકીએ મંદિરમાં દાન આપવા કરતા શહીદ પરિવારને મદદ કરવાનું પસંદ કર્યું

 

befojii donation

“માસુમ બાળકીએ મંદિરમાં દાન આપવા કરતા શહીદ પરિવારને મદદ કરવાનું પસંદ કર્યું”

23 ડિસેમ્બરના રોજ સાપુતારાની ખીણમાં વિદ્યાર્થીઓ ભરેલી એક બસ ખાબકી ગઈ હતી… આ ઘટના સુરતના લોકો ક્યારેય ભૂલી નહીં શકે કારણ કે તેમાં અનેક વાલીઓએ પોતાના લાડકવાયા સંતાનોને ગુમાવ્યા હતા. કેટલાક ગંભીર રીતે ઘવાયા પણ નસીબના બળિયા બચી ગયા… આ પૈકી જ અમરોલી છાપરાભાથાના બે ભાઈ બહેન પણ હતા. જે હોસ્પિટલમાં સારવાર લાઇ રહયા હતા.
બાળકોની બગડતી હાલત જોઈ પિતા એ મનોમન નક્કી ક્યુ કે જો તે બચી જાય તો પોતાનાથી બનતી સહાય દાન અર્થે આપશે. પિતાનો વિશ્વાસ રંગ લાવ્યો અને ઝડપથી દીકરી સાજી થવા લાગી…સંજોગ તો જુવો એજ અરસામાં દેશને મોટો ઝટકો લાગ્યો , પુલવામા આતંકી હુમલામાં આપણા દેશના 44 જવાનો શાહિદ થયા. તેમના પરિવારને મદદરૂપ થવા માટે દેશભરમાંથી સહાય આવી રહી હતી…

આ સમયે પિતાએ પોતાની વાહલીને દાન અંગે જણાવી તેની ક્યાં આપવાની ઈચ્છા છે તે પૂછ્યું … મંદિર , ધર્મશાળા, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ વગેરે જેવા ઓપ્શન પણ આપ્યા…ત્યારે દીકરીએ પુલવામાં શાહીદ માટે મદદ કરવાની ઈચ્છા જણાવતા તેમના એક નજીકના સંબંધી દ્વારા બી ફોજી ગ્રુપ ની માહિતી મેળવી દીકરીના હાથે 1100 રૂપિયા  આ ગ્રૂપને અર્પણ કરાયા હતા.

 

4 thoughts on “માસુમ બાળકીએ મંદિરમાં દાન આપવા કરતા શહીદ પરિવારને મદદ કરવાનું પસંદ કર્યું”

  1. Salute to this girl and her parents
    This is new India
    Now u not alone indian army and your family
    Totally young youth with u

    Reply

Leave a Comment