મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં મોટો નક્સલી હુમલો : 16 જવાનો શહીદ

મહારાષ્ટ્રમાં સૌથી મોટો નક્સલી હુમલો થયો છે. ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓએ પોલીસની ગાડીમાં આઈઈડી બ્લાસ્ટ કર્યો છે. આ હુમલામાં 16 જવાનો શહીદ થયા છે બે પોલીસ વાનમાં 25 સુરક્ષા કર્મચારીઓ હતા. બંને ગાડીઓ પેટ્રોલિંગ માટે નીકળી હતી.

આઈજી ગઢચિરોલી શરદ શેલરે જણાવ્યું કે હુમલો ઘણો ખતરનાક હતો. જવાન એક પ્રાઇવેટ જીપમાં બેસી મુસાફરી કરી રહ્યા હતા. લગભગ 16 જવાન જીપમાં સવાર હતા અને તે બધા શહીદ થવા હોવાની આશંકા છે. હજુ સુધી સમગ્ર સ્થિતિ વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે

શરદે જણાવ્યું કે વર્ષ 2018માં 22 એપ્રિલમાં ઈટાપલ્લીમાં એક ઓપરેશન હેઠળ 40 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા હતા, આ તેનો જ બદલો લેવાની કાર્યવાહી હોઈ શકે છે.

જય હિન્દ | જય ભારત

જય મા ભારતી

Leave a Comment